નર્મદા જિલ્લામાં તા.૨૫ મી જુલાઇના રોજ વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજાશે.

Narmada

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

નાંદોદના પ્રાંત અધિકારી કે .ડી.ભગતના અધ્યક્ષપદે આજે રાજપીપડાના જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે તા.૨૫ મી જુલાઇના રોજ યોજાનારી કોવિડ-૧૯ રસીકરણની સ્પેશીયલ ડ્રાઇવ અંગે યોજાયેલી બેઠકમાં કોરોના સામે સુરક્ષિત રહેવા વેક્સિન જ એક અમોધ શસ્ત્ર છે.સ્પેશિઅલ વેક્સીનેશન ડ્રાઇવ દ્વારા નાના નાના વેપારીઓ, મજૂરો તેમજ તેમના પરિવારોને પણ કોરોના સંક્રમણથી બચવા માટે ખૂબ જ અગત્યનું હોવાની સાથે વેક્સીનેશન કેમ્પ વેપારી મંડળોના વેપાર સ્થળોની નજીક રાખવા સુચના આપી હતી. તેની સાથોસાથ વ્યાપાર-ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલ તમામ લોકો અને તેમની સાથે દુકાનમાં કામ કરતાં અન્ય લોકો અને તેમના પરિવારજનોને પણ આ વેક્સીનેશનનો લાભ આપવામાં આવશે. તેમજ જે લોકોએ વેક્સીન લઇ લીધી હોય તેવા વેપારીઓએ વેક્સીન રસીના સર્ટિફિકેટ પણ દુકાનમાં રાખવા અને તા. ૩૧ મી જુલાઇ સુધીમાં વેક્સીનેશનની રસી અવશ્ય લેવાની તાકીદ કરાઇ છે.

      અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે  વેપાર-ધંધા સાથે સંકળાયેલ તમામ લોકોને  રાજપીપલામાં સ્પેશિયલ ડ્રાઇવ માટે રાજપીપલા પ્રાઇમરી અર્બન હેલ્થ સેન્ટર, વીર અસ્ફાક ઉલ્લાખાન શાળા, રેડ ક્રોસ બ્લડ બેંક અને દોલત બજાર મંદિર પાસે તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ  વેક્સીનેશન સાઇટ પર વેક્સીનેશની રસી લેવા અને મહત્તમ વેક્સીનેશન થાય તેમાં સહભાગી બનવા વેપારી મંડળોને અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *