વન વિભાગે ખેડુતનુ કાચુ મકાન દુર કરીને કબજો મેળવ્યો

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

પંચમહાલ ના મોરવા હડફ તાલુકાના વાડોદર ના પાટીયા પાછળ આવેલી જંગલની જમીન ખેડુત ખેડતો હતો તેના પર વન વિભાગદ્વારા અચાનક કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. ખેડુત દ્વારા આ જંગલની જમીન મળી હોવાનું કહેતા ઉચ્ચકક્ષાએ રજુઆત કરનાર છે.
તેમનો પરિવાર પાછલા કેટલાક વર્ષોથી ખેતી કરીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. વનવિભાગ દ્વારા થોડા દિવસ પહેલા આં જંગલની જમીન ઉપર ખેડુતનુ કાચુ મકાન જેસીબી મશીન દ્વારા તોડી પાડતા ખેડુત અને તેનો પરિવાર ભારે ચિંતામાં હતો. વનવિભાગ દ્વારા બે હેકટરથી વધુ જમીન પર કબજો કરવા સાથે સંરક્ષણ દિવાલ બનાવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. જયારે ખેડુત દ્વારા નસીરપુર ખાતે પાનમ જળાશયમા મારા પરીવારની જમીન ડુબાણમાં જતા તે વખતે પુનઃવસવાટ માટે જમીન અમને આપવામા આવતા મારો પરિવાર આ જમીન પર વર્ષોથી વસવાટ કરવાની સાથે ખેતી કરી રહયા છે. વનવિભાગ દ્વારા અચાનક વર્ષો પછી રોડથી અડીને આવેલી જંગલની જમીન ખેડુત જે ખેડતો હતો.તેના પર કાર્યવાહી કરવામા આવતા હાલ તાલુકા પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.વનવિભાગ દ્વારા આ બે હેકટર કરતા વધુ જંગલની જમીન પર બામ્બો વાંસનુ પ્લાન્ટેશન કરવામા આવનાર છે. ખેડુત આં જંગલની જમીન તેમની હોવાનુ રટણ કરી રહ્યા છે.ત્યારે વનવિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ શુ કાર્યવાહી હાથ ધરશે તે જોવાનું રહ્યું.

આ જંગલની જમીન વર્ષોથી અમે ખેડાણ કરવા સાથે વર્ષોથી વસવાટ કરીએ છે. થોડા દિવસપહેલા વન વિભાગ સ્ટાફ અહી આવીને અમારૂ ઝુપડુ જેસીબી મશીન દ્વારાતોડવામાં આવ્યું હતું. જે ખેડુત વર્ષોથી જંગલની જમીન ખેડતો હોય તેને સરકાર દ્વારા આપવામા આવતી હતી. અને મારા પરીવારની જમીન વર્ષો પહેલા નસીરપુર ખાતે પાનમ જળાશયમાં ડુબાણમાં જતા અમને પુનઃવસવાટ માટે મળી છે.વનવિભાગ દ્વારા ખોટી રીતે આંજગલની જમીન પર કબજો જમાવી દેવામા આવ્યો છે. જમીન પરત મેળવા માટે જીલ્લા કલેકટરથી લઈને વનવિભાગના ઉચ્ચ અધિકારી સુધી લેખીત અને મૌખિક રજુઆત કરનાર છે અને તેમ છતા જો પરત નહી મળે તો અમે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરીશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *