રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
કર્મચારીઓના પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ કરવા તેમજ સાતમા પગારપંચના એરિયર્સ હપ્તા છેલ્લા બે વર્ષથી હપ્તા ચુકવાયેલા ન હોવા સહિત અનેક પડતર પ્રશ્નો ને લઈને માધ્યમિક શિક્ષક સંઘ, મહામંડળ અને ગૂજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા મૂખ્યમંત્રી,શિક્ષણમંત્રીને અનૂદાનિત મા,અને ઉ.મા શાળા ઓના શિક્ષકોના કાયમી પ્રશ્નો ઉકેલવા બાબતે રજૂઆત કરી છે.શહેરા સહિત સમગ્ર જિલ્લામાં આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલોના કર્મચારીઓના પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ કરવા સહિતના અનેક પડતર પ્રશ્નોનો નિકાલ પાછલા કેટલાક વર્ષોથી અનેક રજૂઆત બાદ પણ આવી રહયો હતો નથી.. ત્યારે માધ્યમિક શિક્ષક સંઘ, મહામંડળ અને ગૂજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને મૌખિક રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મૂખ્યમંત્રીને સંબોધીને આપવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે, અનૂદાનિત શાળાઓના શિક્ષક કર્મચારીઓની પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ કરવા બાબતે પ્રાથમીક
શિક્ષકોના આંદોલનના સર્મથનમાં ટેકો જાહેર કરી ધરણા પ્રદશનો કર્યા હતા.જેમા પ્રાથમિક શિક્ષકો પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ ગણવા બાબતે પરિપત્ર કર્યો અને અમારી અનૂદાનિત શાળાઓના શિક્ષક કર્મચારીઓ માટે પરિપત્રને નહી કરીને અનૂદાનિત શાળાના શિક્ષક કર્મચારીઓની પાંચ વરસ ગણવા પરિપત્ર કરવા સમાધાન કર્યું .અને અમારા શિક્ષક કર્મચારીઓએ માર્ચ-૨૦૧૯ની પરીક્ષાના બહિષ્કારનો આદેશ પાછો ખેચી પરીક્ષાની કામગીરી કરી , એ બાબતથી સુવિદિત છો આમ છતા આજ દિનસુધી પરિપત્ર નથી કર્યો તે દૂ:ખદ અને અન્યાયી બાબત છે,
સાતમા પગારપંચના એરિયર્સ હપ્તા છેલ્લા બે વર્ષથી હપ્તા ચુકવાયેલા નથી.અમારી સળંગ નોકરી કરવા બાબતે, તેમજ સાતમા પગારપંચ,બીજા અને ત્રીજા હપ્તાની ચુકવણી બાબતે ધીરજખુટી ગઈ છે.આ મામલે બોર્ડની પરીક્ષા પહેલા નિર્ણય નહી લેવામા આવે તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અનેક પડતર પ્રશ્નો નો તાત્કાલિક ઉકેલ આવે તેમ શિક્ષકો પણ ઈચ્છી રહયા છે. ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નો રાજ્ય સરકાર દ્વારા ક્યારે ઉકેલ લાવવામાં આવે તે જોવુજ રહ્યું .