ખીલાવડ ની દીકરી પર દુષ્કર્મ આચરનાર ને તત્કાલ નિર્ણયથી કડક સજા આપવા માટે મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના

ખિલાવડ ગામે 21 3 2021 ના રાત્રે 18 વર્ષની યુવતી પર 60 વર્ષના શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એ ઘટના નો મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા સખત વિરોધ દર્શાવવામા આવ્યો. આ અનુસંધાને તારીખ 24 3 2021 ના રોજ મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા ઊના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને તેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ઘટના દુઃખદ અને અનિચ્છનીય છે .અને આવા નરાધમોને વહેલી તકે ફાંસીની સજા આપવામાં નહીં આવે તો આવા રાક્ષસ સમાજમાં બેફિકર થઈ ને ફરતા રહેશે અને વારંવાર આવા ગુનાઓ આચરતા રહેશે. આ સાથે પ્રમુખ ભાવનાબેન શાહ અને પ્રતિકભાઇ મોરજરીયા એ પ્રાંત અધિકારી ને એ પણ જણાવ્યું હતું કે આ કેસ ને ફાસ્ટ ટ્રેક કોર્ટ મા મૂકવામાં આવે માટે આ નરાધમને વહેલી સજા આપી શકાય. હાલ આ કેસ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.પીડિતા અને એના પરિવારને અનેક પ્રકારની ધાક ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. તો તેમને પૂરતું સંરક્ષણ આપવામાં આવે અને આ ધમકીઓ આપનાર ઈસમો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. તેવી મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે.પ્રતિકભાઇ મોરજરીયા સાથે વાત કરતા તેમને આ ઘટના પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવા અપરાધીઓને ફાંસીની સજા મળવી જોઈએ. તેમજ આમને જામીન મળવા પાત્ર ના હોવા જોઈએ અને આ દીકરીને અને તેના પરિવારને પણ સુરક્ષા પૂરી પાડવી જરૂરી છે. આ કેસમાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં ન આવે તેવી પણ માંગ કરી હતી.આ તકે મહિલા સુરક્ષા સહાયતા સંગઠનના પ્રતિકભાઇ મોરઝરિયા , ભાવનાબેન શાહ, ધવલભાઈ શાહ, ધીરજભાઈ બારીયા, જેન્તીભાઇ સિંગળ, પાયલબેન બાંભણિયા, લાલજીભાઈ બારૈયા કાજલબેન ,તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને સમગ્ર ઘટનાનો વિરોધ દર્શાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *