બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના ના વધતા જતા કેસના કારણે માસ્ક સહિત ના કોવિડ-૧૯ ના જાહેરનામા નું પાલન જરૂરી બન્યું છે.ત્યારે આજે રાજપીપળા પોલીસે બજારમાં આ બાબતે કડક ચેકીંગ હાથ ધરી હતી. વાહન ચાલકો અને દુકાનદારો પર લાલ આંખ કરી કાયદાના પાઠ ભણાવતા પોલીસસામે લોકોએ પોતાની મનમાની ચલાવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા .જેમાં કેટલાક દુકાનદારો અને પોલીસ વચ્ચે ચકમક પણ જોવા મળી હતી. જોકે લોકો કોરોના સંક્રમિત ન થાય અને જિલ્લામાં કોરોના ના કેસો બેકાબુ ન બને તે માટે કાયદાનું પાલન કરાવતી પોલીસ ને સહકાર આપવાના બદલે કેટલાક લોકો પોતાની મનમાની કરતા હોય જે તેમના અને તેમના પરિવાર સહિત અન્યો માટે જોખમી છે .માટે લોકો એ પણ કાયદાનું પાલન કરાવતી પોલીસની ટીમો ને પૂરતો સહકાર આપવો જોઈએ.