રીપોર્ટર વિજય બચ્ચાની દાહોદ
સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલ માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.જેમાં નિરંકારી ભક્તો એ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી અનોખો સેવાનું કાર્ય કર્યું.સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના આશીર્વાદથી આજ રોજ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોવિડ 19 ના પ્રોટોકોલ હેઠળ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ રાખતા નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું.આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રગટાવીને દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્ર ભાઈ જી, તથા ઝાયડસ હોસ્પિટલ ના સીઈઓ ડોક્ટર સંજય જી, ડોક્ટર પી. ડી. મોદીજી , તથા ઝાયડસ હોસ્પિટલ ના ડોક્ટરો ની ટીમ પણ ઉપસ્થિત રહી હતી.એ ના પશ્ચાત દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ જી ના હસ્તે રીબીન કાપીને રક્તદાન શિબિર નો ઉદ્ઘાટન કરવામાં આવ્યો.આગળ ની માહિતી આપતા દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ જી એ જણાવ્યું કે સંત નિરંકારી ચેરીટેબલ ફૉઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં ૧૯૮૬ થી 2021 સુધી. 6670 થી વધુ રક્તદાન શિબિર નું આયોજન કરી 11.28800 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી ૩ લાખ થી વધુ માનવ જીવન ને ઉગારેલ છે.તેમણે જણાવ્યું કે કોરોના કાળમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં કુલ 61 યુનિટ રક્ત માનવતાના હિતમાં સમર્પિત કરવામાં આવ્યું છે. અંતમાં ઝાયડસ હોસ્પિટલ ના સીઈઓ ડોક્ટર સંજય જી યે દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્ર ભાઈને શાલ ઓઢાડીને સ્વાગત કર્યું તથા નિરંકારી મિશન નો આભાર વ્યક્ત કર્યો એમને કહ્યું કે આવા માનવતા ના હિતના કાર્યોમાં સંત નિરંકારી મંડળ ને અમારી જરૂરત પડશે તો અમે પૂરો સહયોગ આપીને કાર્યને સફળ બનાવીશું