રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે મોરવા હડફ તાલુકાના સંતરોડ ચેકપોસ્ટ પર નાકાબંધી કરીને ટેમ્પા માં હેલ્મેટના બોક્સની આડમા છુપાવીને લઈ જવાતો 12 લાખથી વધુની કિમંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો,
રોકડ રકમ, હેલ્મેટ,સહિતના મુદ્દામાલ સાથે એક ઈસમ ની અટકાયત કરીને ૨૪,૨૨,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા રેન્જ આઇજી તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા એલ.સી.બી પોલીસના પી.આઈ ડી એન ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળી હતી,કે એક ટેમ્પો જેની પાછળના ભાગે આવેલી બોડી ઉપર તાડપત્રી બાંધીને હેલમેટના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ થી ગોધરા તરફ જવા નીકળેલ છે. બાતમીના આધારે પી.એસ.આઇ બી.એમ. મછાર તથા એલ .સી .બી સ્ટાફના માણસોએ સંતરોડ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી હતી.બાતમી વાળા ટેમ્પાને રોકીને તેમાં તપાસ કરતા હેલમેટના બોક્સની હારમાં છુપાવી રાખેલ 12લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.સાથે અશોકકુમાર બિસ્નોઈ રહે. જિલ્લો જાલોર રાજસ્થાનના એક ઈસમની અટકાયત કરી હતી.એલ.સી.બી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર તથા ટેમ્પાના માલિક તથા દારૂનો જથ્થો મંગાવનારને મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.