ડભોઇ નગર અને તાલુકામાં જુગારની બદી ચાલુ જ : વાઘનાથ મંદિર પાસેથી 3 જુગારીયા ઝડપાયા.

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની, ડભોઇ

ડભોઇ નગર અને તાલુકાની તમામ પોલીસ ચોકીઓમાં દારૂ અને જુગાર ના કેશો સતત મળી રહ્યા છે અને આ દારૂ-જુગારના અડ્ડા સતત ધમધમતા હોવાની બૂમો ઊઠી રહી છે. સ્થાનિક પોલીસ સાથે એલસીબી પણ એક્શનમાં આવી ગયું છે. જેમાં ગુરૂવારના રોજ છુટો-છવાયો જુગાર રમતા ત્રણ જુગારીયાઓ વાઘનાથ મંદિર વિસ્તારમાંથી ઝડપાયા છે આ જુગારીઓ પાસેથી ૧૫,૩૦૦ રૂપિયાની મત્તા અને પનાપતા સહિત ઝડપી પાડવામાં આવ્યા છે.ડભોઇ પોલીસે તેઓની વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ કાયદાકીય કાર્યવાહી આરંભી છે. આમ જોવા જઈએ તો ડભોઇ નગર અને તાલુકાના વિસ્તારોમાં આ દારૂ જુગારની બદી સતત વધી રહી છે અને યુવાધન ખોટા માર્ગે જઈ રહ્યું છે અને ક્રાઇમ રેટ સતત ઉંચો જઈ રહ્યો છે.જેથી આ દારૂ-જુગારની બદી સામે સ્થાનિક પોલીસ થી માંડી જિલ્લા એલસીબી સુધી ફરિયાદો ઉઠી રહી છે.તાજેતરમાં જ એલસીબીની ટીમે પણસોલી ગામ માંથી છ જુગારીઓને ઝડપી પાડયા હતા અને હાલમાં ડભોઇ નગરમાં વાઘનાથ વિસ્તારમાંથી ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમતા ત્રણ વ્યક્તિઓને ડભોઇ પોલીસે ઝડપી પાડ્યા હતા. આ દારૂ-જુગારની બદી સત્વરે અટકે તેવા પગલાં પોલીસતંત્ર ભરે તેવી માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *