રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના
વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, જીએમબીના પુર્વ ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ નાં ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા ,પૂર્વ નગરપતિ ભાનુ બેન કુહાડા દ્રારા વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડી ખાતે વિશ્વ માંગલ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા ભારત દેશના 15 રાજ્યમાં કાર્યરત છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ ભારત દેશની તમામ માતાઓ શક્તિનું કેન્દ્ર બને અને આ સંસ્થા આર.એસ.એસના સરસંઘચાલક મોહન ભાગવત જી સાથે સંકળાયેલી છે. આ કાર્યક્રમમાં વિશ્વ માંગલ્ય સભાના રાષ્ટ્રીય મંત્રી પુજાબેન દેશમુખ ગુજરાત રાજ્યના પ્રાંત સંસ્થાપક રાજુભાઈ માંડલિયા, ગુજરાત રાજ્યના જીલ્લાસંયોજક હેમાબેન માંડલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા માટે ભિડીયાના વિજયા બેન ચોરવાડી, હિરાબેન ડાલકી ,હિરાબેન કુહાડા, ભાનુબેન તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજની મહિલાઓ, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, આર એસ એસના કુમારભાઈ વોરા,હિરાભાઇ વધાવી,પૃથ્વી ભાઈ ફોફંડી સહીતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.