રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે આવેલા બ્રાહ્મણી નદીમાં નાહવા માટે પટેલ યુવાન પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં જુના ધનાળા ગામે બ્રાહ્મણી નદીના પુલ પાસે રહેતા હરિસિંહ આદેશકુમાર કંઠેરીયા (ઉંમર ૧૮) નદીમાં ન્હાવા માટે ગયા હતા. ત્યારે નદીના પાણીની અંદર તે ડૂબી જતા આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તરવૈયાઓની મદદથી નદીમાં ડૂબી ગયેલા યુવાનની લાશને બહાર કાઢી પી.એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં હળવદ તાલુકા પોલીસે અકસ્માતના આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.