બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકા નાની રાવલ ગામમાં માતાએ સ્નાન કરવા ચૂલા પર મુકેલા ગરમ પણીથી દાઝી ગયેલા માસૂમ બાળકનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નાની રાવલ ગામમાં રહેતા સંજનાબેન આકાશભાઇ તડવી પોતાના ઘરે સવારના સાતેક વાગ્યે ઘરના સભ્યો માટે નાહવા માટે ચુલા ઉપર તપેલામા ગરમ પાણી કરીને નીચે મુકીને દૂધ લેવા ગયેલ હતી તે વખતે તેમનો નાનો દીકરો વૈભવ (ઉ.વ ૦૨) રમતા રમતા આવી ગરમ પાણીના તપેલામાં બેસી જતા શરીરે દાઝી ગયો હોય તેને તાત્કાલિક સારવાર માટે ગરૂડેશ્વર સરકારી દવાખાનામાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતે દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતા ગરડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.