રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના કેવડીયાકોલોની ખાતેની સરદાર સરોવર નર્મદા નિગમની કોલોની ડિવિઝન નંબર 3 ની તથા પેટા વિભાગ 3/1 દ્વારા નિગમના તથા બિન નિગમના કર્મચારીઓને રહેણાંક માટે નીતિ નિયમો નેવે મૂકીને વ્હાલા દવલાની નીતિ અપનાવીને મકાનો ફાળવવામાં આવ્યા છે આ મકાનોમાં મકાન માલિકો પોતે ન રહેતા અન્ય લોકોને ભાડા પેટે રહેવા માટે આપેલા છે અને મકાન માલિકો સરકારી મકાનો ના ભાડા થતા હોવાની બુમો ઉઠી છે ત્યારે આ વાતની જાણ કચેરીના અધિકારીઓને હોવા છતાં પણ આજ દિન સુધી આવા મકાનમાલિકો સામે કોઈ પણ પ્રકારના પગલા લીધેલ નથી તથા કોઈ પણ પ્રકારની રિકવરી ની રકમ માર્કેટ રેટ પ્રમાણે વસૂલી નથી સરકારી કચેરીની મિલીભગતથી આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે શું અધિકારીઓ પર કોઈ રાજકીય દબાણના છે? શું અધિકારીઓ આ ભ્રષ્ટાચાર કરવામાં પૈસા કમાતા હશે? વગેરે જેવી લોક ચર્ચાએ જોર પકડયું છે કચેરીના અધિકારીઓ કાર્યવાહી કરવામાં કેમ ઉદાસીનતા દાખવે છે તે જણાતું નથી શું આવા મકાનમાલિકો ના માર્કેટ રેટ ના ભાડા કચેરી દ્વારા વસૂલવામાં આવશે? તે એક મોટો પ્રશ્ન છે સરકારી મિલકતો ના ભાડા ખાવા કેટલા અંશે વ્યાજબી ગણાય?
પળે…પળ… ના સમાચાર ને વાંચવા માટે અમારા પંચમહાલ મિરર ના ગ્રુપ માં જોડાવ …ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક એ ક્લિક કરો….
https://chat.whatsapp.com/Eu06nBNR3eQ6ggfgvIfTVH