રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા
શહેરા તાલુકાના ઉમરપુર તાલુકા બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન બિનહરીફ જાહેર થયા હતા. શહેરા તાલુકાના ડોકવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન રાકેશ ચૌહાણને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પાર્ટીમાથી તાલુકા પંચાયતની ઉમરપુર તાલુકા બેઠક પર ટીકીટ આપી હતી.આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેમ લાગી રહયુ હતું. ઉમરપુર તાલુકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રાબેનના ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનારએ વાઘો ઉઠાવતા કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થતા ભાજપની ૨૯ વર્ષીય ગીતાબેન રાકેશ કુમાર ચોહાણ બિનહરીફ થયા હતા. આ વખતની ચૂંટણીમા ફરી આ બેઠક પર ભાજપનો કેસરીયો લહેરાતા ભાજપ અગ્રણી પર્વતસિંહ ચોહાણ,ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા અને કાર્યકરોમા ખુશી જોવા મળી હતી. ભાજપ અગ્રણીઓએ બિનહરીફ થયેલ ગીતાબેન ચૌહાણનું મો મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.જ્યારે ઉમરપુર બેઠક પર બિન હરીફ થતા ગીતાબેનએ જણાવ્યું હતું કે તેઓ ડોકવા ગ્રામ પંચાયતના સરપંચ પદ પરથી રાજીનામું આપશે અને તેમના મત વિસ્તારના મતદારોના સાથે રહીને વિકાસ ના કામો કરનાર છે.આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે અપક્ષ પણ ચૂંટણી મેદાનમા છે.