રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ સ્ટીફન સ્કૂલના ક્લાર્ક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.ક્લાર્કે લોકડાઉંન દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી ફીસ ની ઉઘરાણી કરી હતી અને નવા એડમિશન માટે ૧૪ જેવા વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પણ લીધા હતા તેને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્ટીફન સ્કૂલના ક્લાર્ક થોમસન સોલંકી વિરુદ્ધ ipc 406, 420 અને જાહેરનામા ભંગ 188 નેશનલ ડિઝાસ્ટર મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.