રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
સમાજ સેવા કેન્દ્ર એ પ્રબળ શક્તિ થી કાયૅરત છે.પોતાની દિકરીને પરણાવવાની ફરજ તો દરેક માં-બાપની બને છે. પણ જયારે સમાજની દિકરીને પોતાની દિકરી સમજી તેના જ ધરના આંગણે લગ્ન કરાવી માં-બાપની તમામ ફરજો પુરી પાડે છે તેને સમાજ સેવા કેન્દ્ર કહેવાય.
સમાજ સેવા કેન્દ્રના સંસ્થાપક માન ટી.ડી.પટેલ અને સોનલબેન ડાગરીયા પોતાના જીવન કાળ દરમિયાન તેમના આ કાયો એવા લોકોને મદદ રુપ થાય છે. જયાં સૌ કોઈ હતાશ થઈ ગયા હોય ત્યા અંધારામાં એક કિરણ રુપી માનવ જયોત જગાળે છે. માનવ ધર્મના આ કામમાં દરેક સમાજમાં સહાય અને મદદ રુપ થવું તેમજ અગણિતો કહી શકાય તેવા તેમના સેવાકીય કર્યોમાં સમાજ સેવા કેન્દ્ર એ એક નવી પહેલ ચાલુ કરી હતી.
સ્વગૅવાસી રાજેશભાઇ ગોવિંદભાઇ ઝાલા અને દશાબેન રાજેશભાઇ ઝાલાની પુત્રી ચિ.જલપાના લઞન ચિ.સતીષ કુમાર રાજેશભાઇ લાલજીભાઇ રાઠોડ સાથે 16/2/2021 મંગળવારે તેમના ધરે થી થયા આ લગ્નમાં રાજેશભાઇ ઝાલાના તમામ પરિવારો ના સાથ અને સહકાર થી અને સમાજ સેવા કેન્દ્રના સહકાર થી ખૂબજ ધામ ધુમથી દિકરીને તેમના ધરે થી વિદાય કરી સમાજ સેવા કેન્દ્ર અને ઝાલા પરિવારના આ અવસરમાં વીમલભાઇ સોજીત્રા, પારુલબેન સાવલીયા, મોહિત ભાઇ ઝાલા, કિશોરભાઇ ઝાલા, મગનભાઇ ઝાલા, કરશનભાઇ ઝાલા, લમણભાઇ ઝાલા ના સાથ અને સહકાર થી સમાજ સેવા કેન્દ્ર ની આ દ્વિતીય લાડકવાથી દિકરી ને ખૂબ ધામ ધૂમથી વિદાય આપી અને આગામી દિવસોમાં પણ સમાજ સેવા કેન્દ્ર માં-બાપ વગર ની દિકરી ઓના લગ્ન પ્રસંગો યોજવાના આયોજન નો કરતા રહેશે.