રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ સર્કિટ હાઉસ ખાતે પી.જી.વી.સી.એલ પોરબંદર સર્કલના એસ સી લાખાણી તેમજ માંગરોળ ડી ઇ રાઠોડ, ડી ઇ. પટાટ સાથે બેઠક મળી હતી જેમાં વીજળી ને સમસ્યાઓ વારંવાર વીજળી ગુલ થવી, કોલ રિસીવ ના થવો તેમજ શહેરની વીજળીને લગતી તમામ સમસ્યાઓ બાબતે વગેરે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.. જેમાં માંગરોળ શહેરમાં વીજળીને લઇ રોજિંદી સમસ્યા રહેતી હિયસે અને રાત્રીના સમયે અને દિવસ દરમિયાન ગામે ત્યારે વીજળી ગુલ થઇજાય શે જેથી કરી આગેવાનો દ્વારા ઉગ્ર રજુવાત કરી હતી. આ મિટિંગમાં માજી મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા, ખડીયા દરબાર, પાલીકા પ્રમુખ મો.હુસેન ઝાલા, ઉપ્રમુખ મનોજ વિઠલાણી, જિલ્લા પંચાયત સદસ્યો વાલભાઈ ખેર, લક્ષમનભાઈ ભરડા, , તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કાનભાઈ રામ, શહેર કોંગ્રેસ પ્રમુખ હારૂનભાઈ જેઠવા, સદસ્યો તેમજ ભાજપ પ્રમુખ લીનેસ સોમૈયા, નિતીન પરમાર, રાજુભાઈ હાજર રહયા હતા..