રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
આગામી યોજાનારી નગરપાલિકાની ૩૬ બેઠકોની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ ઉમેદવારોએ સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા જેમાં જાણવા મળતી વિગતો મુજબ ડભોઇ નગરપાલિકા વોર્ડ 1માં કોંગ્રેસે મેન્ડેડ નહીં આપી અપક્ષને સમર્થન કરશે્. જયારે વોર્ડ 7માં માત્ર એક મહિલા ઉમેદવારને મેન્ડેડ આપેલ છે જ્યારે 3 અપક્ષ ઉમેદવારને સમર્થન કરનાર હોવાનું જાણવા મળેલ છે.આમ કોંગ્રેસ પક્ષ દ્વારા નીચે મુજબના વોડૅ પ્રમાણે ઉમેદવારો જાહેર કર્યા છે.
વૉર્ડ 2 –
1 રઈશાબીબી ઈરફાન પઠાણ
2 રાગીનીબેન ભરત ભાઈ ઠાકોર
3 ભરત તુસલીદાસ કજીયાની
4 સતીશ દિનેશ રાવલ (વકીલ)
વૉર્ડ 3 –
1 શીતલ પટેલ
2 સમીર શાહ
3 મુમતાઝ બાનું
4 મોહસીન ઘાંચી
વૉર્ડ 4-
1 મકબુલ મરઘાંવાલા
2 નૂરમોહમદ મહુડાવાલા
3 પુષ્પાબેન સોલંકી
4 પરવીનબીબી અતરવાલા
વૉર્ડ 5 –
1 હિમેશ મહેતા
2 ફેમિદા બાનું મન્સૂરી
3 મંજુર સલાટ
4 પુષ્પાબેન રાઠવા
વૉર્ડ 6 –
1 ભોજવાણી સુભાસ
2 ઠાકોર યોગેશ
3 ભોજવાણી સંગીતાબેન
4 ઇમરાનબાનું વાણીયાવાલા
વૉર્ડ 7
1 મંગીબેન તડવી
વૉર્ડ 8
1 ઈર્ષાદમિયા સૈયદ
2 કૃણાલરાજ
3 મંજુલાબેન તડવી
4 બીબીબેન મન્સૂરી
વૉર્ડ 9 –
1 નયનાબેન પટેલ
2 દર્પણ પટેલ
3 અજય રાઠવા
4 મીનાબેન બારીયા
આમ ૩૬ બેઠકો માટેના ઉમેદવારોની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે 29 ઉમેદવારોને મેંન્ડેડ આપી ઉમેદવારી પત્ર ભરાવવામાં આવ્યા હતા.આ ઉમેદવારી પત્ર ભરતા સમયે સંગઠનના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ ઉમેદવારોને કોંગ્રેસના આગેવાન સુભાષભાઈ ભોજવાણી દ્વારા પુરતુ માર્ગદર્શન આપી પૂરતી ચોકસાઈ રાખી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા .આ સમયે માજી શહેર પ્રમુખ ગોપાલભાઈ શાહ કે જેઓ કોંગ્રેસના કર્મઠ કાર્યકર હોઈ તમામ ઉમેદવારોના ઉમેદવારીપત્ર ભરતા સમયે પોતે ખડે પગે હાજર રહી પુરતુ માર્ગદર્શન પૂરું પાડયું હતું.