રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ નગરપાલિકાના કુલ વોર્ડ ૯ માં કુલ ૩૬ બેઠકો આવેલ છે છેલ્લા બે દિવસમાં ૨૧૩ ફોર્મ નગરપાલિકાની બેઠકના ગયા છે જ્યારે નગરપાલિકા વોર્ડ નંબર ૮ માં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી ઉમેદવારનું એક ફોર્મ ભરાયું હતું. મંજુલાબેન ઘનશ્યામભાઈ તડવીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવેલ છે નગરપાલિકાની બેઠક પર ખાતું ખોલ્યુ હતું જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે કુલ ૯૯ ફોમ ગયા હતા. ડભોઇ તાલુકાની જિલ્લા પંચાયતની ૪ બેઠકો આવેલ છે અને તાલુકા પંચાયતની ૨૦ બેઠકો આવેલ છે જ્યારે ડભોઇ નગરપાલિકાની ૩૬ બેઠકો આવેલ છે જેમાં નવ વોર્ડનો સમાવેશ થાય છે દરેક વોર્ડમાં ચાર બેઠક આવેલ છે આજ રોજ ઉમેદવારી પત્રો સ્વીકારવાના દિવસે ફક્ત એક જ ઉમેદવારી પત્ર ડભોઇ નગરપાલિકાના વોર્ડ નંબર ૮માં ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ભરવાનો પ્રારંભ થયેલ છે. ડભોઇ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીઓ કોરોના કાળમાં ત્રણ માસ માટે મુલતવી રખાઈ હતી.તા-૮ના રોજથી ડભોઇ નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારીપત્રો આપવાના શરૂ કરાયેલ છે. જિલ્લા પંચાયતની ડભોઈ તાલુકામાં ચાર બેઠક આવેલ છે જેમાં સીમળીયા,કારવન,ચાણોદ અને થુવાવીનો સમાવેશ થાય છે.