પંચમહાલ: શહેરામાં સ્થાનીક સ્વરાજયની ચુટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ..

Latest Panchmahal shera
રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા

શહેરામાં સ્થાનીક સ્વરાજયની ચુટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ચુંટણીના દિવસે મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને કાંકરી સરકારી આર્ટસ કોલેજ ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં તજજ્ઞોની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

શહેરામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણી જાહેર થતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગર પાલિકાની ચૂંટણી ૨૮ ફ્રેબુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે મતદાન મથકમા ફરજ બજાવનાર સ્ટાફ કામગીરીથી વાકેફ થાય તે માટે કાંકરીમાં આવેલી આર્ટસ કોલેજ ખાતે બે દિવસ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તાલીમમાં   ઊપસ્થિત મતદાન મથકના સ્ટાફને તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી જય બારોટ તેમજ તાલુકા પંચાયત ચૂંટણી અધિકારી મેહુલ ભરવાડએ મતદાન મથકના સ્ટાફને માર્ગદર્શન સાથે જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. તાલુકામાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની રંગત જામી રહી હોવા છતાં હજુ સુધી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં નહી આવતા ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર હાલ દોડધામ કરી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *