ગોધરા લુણાવાડા મુખ્ય હાઇવે માર્ગ ઉપર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તો ઉપર વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલુ જોવા મળ્યુ હતુ. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે હાઇવે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને પોતાના વાહનોની હેડલાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી
પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યુ હતુ. ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે લુણાવાડા ગોધરા હાઇવે માર્ગ તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. સવાર સમયે ધુમ્મસ વધુ હોવાથી વાહનોની અવર-જવર પર થોડી ગણી બ્રેક લાગી હતી. જ્યારે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ધુમ્મસ હોવાથી હેડલાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. કેટલાક વાહનચાલકોએ વાતાવરણને જોતા પોતાના વાહનોને હોટલ કે ખુલ્લી જગ્યામાં ઊભા કરવાની ફરજ પણ પડી હતી. ઠંડી નુ પ્રમાણ વધતાં લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા નજરે પડવા સાથે વધુ ઠંડીનો અહેસાસ કર્યો હતો. ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે ઘઉં સહિતના પાકને ફાયદો થાય તેવી સંભાવના રહેલી છે.