રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા
સમગ્ર વિશ્વ માં ફરી એક વાર કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે કોઈ પણ ભોગે કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્રની કામગીરી ચાલી રહી છે. ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના, ઢાંક,મોટી પાનેલી,ખાખીજાળીયા ગામો સહિત અને બજારમાં ગ્રાહકો અને વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે તેવી સૂચના અપાઈ. ભાયાવદર પોલીસ PSI એસ.વી.ગોજીયા તથા પોલીસ સ્ટાફ સહિત શહેરના મુખ્ય માર્ગો તથા ગ્રામ્ય લોકો તેમજ વેપારીઓની દુકાનોમાં ભીળ એકઠી ન થાય તેમજ માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી.આ ઉપરાંત જે લોકો સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન નું પાલન નહીં કરવામાં આવે તો દંડ ફટકારવામાં આવશે .તેથી લોકો તમામ નિયમોનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી .તેમજ હાલ કોરોનની મહામારીને ધ્યાનમાં રાખીને લોકો સાવધાની વર્તે તેવી ભાયાવદર પોલીસે દ્વારા અપીલ કરાઈ હતી