રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
ઉપલેટાના મોટી પાનેલીમાં શ્રી મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ દ્વારા પાનેલી તેમજ આજુબાજુના વિસ્તારના નિરાધાર બળદનો કેમ્પમાં એકસો પચાસ જેટલાં નિરાધાર બળદનો રખ રખાવ કરવામાં આવે છે ગામની ભાગોળે મેઇનરોડ પર ચાલતા આ કેમ્પની સુંદર કામગીરી ને લઈને ગામલોકો પુષ્ક્ળ પ્રમાણમાં નીરણ ચારો પૂરો પાડે છે ગઈસાલ નબળા વર્ષ છતાં આ કેમ્પના બળદ માટે પૂરતા પ્રમાણમાં ઘાસ ચારો મળી રહેલ છે હાલ આ વિસ્તારમાં પુષ્ક્ળ પ્રમાણમાં વરસાદ છતાં ટ્રસ્ટ ના સભ્યો દ્વારા આ બળદો માટે સુંદર મજાના ઢાળીયા બનાવવામાં આવેલ છે બળદો માટે સૂકી તેમજ લીલી બન્ને નીરણ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે કોઈ ઢોર બીમાર પડે તો ડોક્ટરની અવાર નવાર વિઝીટ પણ રાખવામાં આવે છે બળદો માટે પીવાના પાણીની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે ધોરણ નિભાવ માટે ચાર માણસો રાખી એકદમ ચોખ્ખાઈ નું પણ ધ્યાન રાખવામાં આવે છે હાલ પરિસ્થિતિ એ છે કે આ અબોલ જીવ પણ માણસો ની ભાષા સમજવા લાગ્યા છે એટલો પ્રેમ અહીં તેમને મળી રહ્યો હાલ ટ્રસ્ટ ના પ્રમુખ વિમલભાઈ વાછાણી તેમજ લખમણભાઇ પ્રદીપભાઈ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવી આવા નિરાધાર પશુઓ નો વધુને વધુ નિભાવ થાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ટ્રસ્ટ ની સુંદર કામગીરી ને લઈને વિસ્તારના આગેવાનો તેમજ રસ્તા પર નીકળતા રાહદારીઓ આ કેમ્પની મુલાકાતે પધારે છે.