ડોક્ટરે માણસાઈ નેવે મૂકી દર્દીના સગાઓને કહ્યા અપશબ્દો..ડૉક્ટરનો દર્દી સાથે બિભસ્ત રીતે વાત કરતો ઓડિયો થયો વાઇરલ…
હાલોલના અનંત પ્રસુતિગૃહના ડોક્ટરનો વિવાદો સાથે હવે ગાઢ સબંધ બંધાઈ ગયો હોઈ તેમ લાગી રહ્યું છે. અગાઉ થોડા દિવસો પેહલા આ જ હોસ્પિટલના ડોક્ટરે દર્દીના સગાને લાફો મારી ને રૂમમાં પુરી દેતા હોસ્પિટલએ જ હોબાળો થયો હતો. આ કિસ્સામાં પણ ત્યાંના સ્ટાફ તથા ડોક્ટર દ્વારા દર્દીને અપમાન જનક શબ્દો બોલીને બિભસ્ત વર્તન કરાયું હતું. આખરે દર્દીએ ૧૮૧ અભયમની ટીમને મદદે બોલાવી હતી અને ૧૮૧ અભયમની ટીમ દ્વારા મામલો થાળે પાડ્યો હતો. આ કિસ્સાને હજુ માત્ર ગણતરીના દિવસો થયા છે ત્યારે તો આ ડોક્ટરે અન્ય દર્દીના સગા સાથે ફોન ઉપર ગાળાગાળી કરતો ઓડિયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલમાં આવેલી અનંત હોસ્પિટલમાં ડોક્ટરનો વિવાદો સાથે રહેવાનો નાતો જોડાયેલો હોઈ તેમ તાજેતરમાં ઘોઘંબા તાલુકાના વેલકોતર ગામના રહેવાસી દર્દીની દવાની ફાઈલ અનંત હોસ્પિટલ હાલોલ ખાતે દવા ચાલુ હોઈ પરંતુ એકાએક પ્રસુતિ પીડા ઉત્પન્ન થતા ૧૦૮ મારફતે ઘોઘંબા સી.એચ.સી દવાખાના ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ત્યાંના ડોક્ટરે દવા કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ પીડા વધારે હોવાના કારણે તેઓને હાલોલ ખાતે સરકારી દવાખાને મોકલ્યા હતા પરંતુ દર્દીની ફાઈલ અનંત પ્રસુતિગૃહ હાલોલ ખાતે ચાલુ હોઈ દર્દી અનંત હોસ્પિટલમાં ગયા પરંતુ દર્દીને તપાસ્યા વિના જ સીઝર કરવું પડશે તેમ કહેવામાં આવ્યું હતું તેથી દર્દીના સગા બીજા દવાખાને નોર્મલ ડીલેવરી થઇ હોવાનું જણાવ્યું હતું તે ઉપરાંત દર્દીના સગાઓએ અનંત હોસ્પિટલના ડોક્ટરો સાથે ફોને ઉપર વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા ડોક્ટરે દર્દીના સગા સાથે માં બહેન સામેની ગંદી ગાળો બોલી થાય તે કરી લેજે તેવું કહી ટાંટિયા તોડી નાખીસ વગેરે કેહતા ઓડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે.
ફાઈલ જોઈને સીઝર કરવાનું કહ્યું તેથી અમારી સગવડ ન હોવાથી દર્દીને અમે બીજા સાર્વજનિક દવાખાને લઇ ગયા ત્યાંના ડોક્ટરોએ નોર્મલ ડીલેવરી કરાવી ત્યારબાદ અનંત વાળા ડોક્ટરનો ફોને આવ્યો અને ગાળાગાળી કરી અમારા ઘરની મહિલાઓને પણ માં બહેન સામેની ગંદી ગાળો આપી તેથી અમે ડોક્ટર વિરુદ્ધ કેસ કરીશું – ભરતસિંહ જાદવ માજી સરપંચ,વેલકોતર
- હાલોલમાં ફરી એક વાર દુનિયામાં ભગવાનનું પદ મેળવનાર એવા ડોક્ટરનો ગાળાગાળી કરતો ઓડિયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ…
- હાલોલમાં આવેલ અનંત પ્રસુતિગૃહનો ડૉક્ટર બન્યો બેફામ
- દર્દીના સગાને માં બહેન સામેની ગંદી ગાળો આપી શું કામ આવો છો અમારા દવાખાને કેમ આવો છો… દવાખાને આવી જાવ ટાંટિયા તોડી નાખીસ એવા શબ્દો ઓડિયોમાં ઉચ્ચાર્યા..
- વાઇરલ ઓડિયોમાં ડોક્ટર રીતસરની ધમકી આપતો સંભળાય છે જે થાય તે કરી લેવાનું તો શું…. આવા લોકો ઉપર તંત્રની કોઈ લગામ છે કે નહિ એ ચર્ચાનો વિષય બન્યો..
- શું…. હવે નોર્મલ ડીલેવરી થતી જ નથી? માત્ર સીઝર ઓપરેશન જ થાય છે? શું આવા ડોક્ટરને ભગવાન કહેવાય?
- હાલોલની અનંત હોસ્પિટલના ડોક્ટર નજીકના સમયમાં વારંવાર વિવાદો થી ઘેરાયેલો નાતો..
- શું તંત્ર આ ડોક્ટર સામે શિક્ષાત્મક પગલાં ભરશે કે શું અગાવની જેમ જ …..?