નર્મદા :PM મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી અપાશે, સુરક્ષા માટે કેન્દ્રીય ગુપ્તચર વિભાગ સતર્ક

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગામી 31 મી ઓક્ટોબર 2020 ના રોજ 2 વર્ષ પૂર્ણ થશે, એ દિવસે PM મોદીની ઉપસ્થિતિમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તંત્ર દ્વારા એ કાર્યક્રમને લઈને તમામ કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અલગ અલગ સુરક્ષા કંપનીઓમાં રાજ્ય પોલીસ દળ, કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, CISF, NDRF, CRPF, ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા એકતા પરેડ સંદર્ભે કેવડીયા ખાતે એકતા પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે. PMO સતત ગુજરાતના અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. સ્ટેટ IB સતત સેન્ટ્રલ IB સાથે સંકલન સાધી રહ્યા છે. દિલ્હીથી આવનાર ટોચના અધિકારીઓ બંદોબસ્ત સ્કિમની ગુજરાતના જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરશે.PM મોદીને રાષ્ટ્રિય એકતા દિવસની પરેડ દરમિયાન કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી અપાશે.મૂળ ગુજરાત કેડરના જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે પરેડની જવાબદારી સંભાળી છે. આ ઐતિહાસિક પ્રસંગોની ઉજવણીમા કોઈ કચાસ ન રહે તે માટે ગાંધીનગર ચિલોડા બીએસએફ હેડ કવાટરથી નર્મદાની તેઓ મુલાકાત લઈ ચૂકયા છે. વડાપ્રધાનના સુરક્ષા બંદોબસ્તમાં સરહદી સુરક્ષાની તથા પીએમ બંદોબસ્તમા એસપી સૌરભ તોલમ્બિયા બાદ હવે રાજકોટ પોલીસના ડીસીપી મનોહરસિહ જાડેજાને તેમના પીએમ બંદોબસ્તમાં આ અનુભવ આધારે ત્રીજી વખત પસંદગી ઉતારવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાત્રિ રોકાણ નર્મદા કેવડીયા ખાતે કરવાના હોવાથી ગુજરાતનું ગુપ્તચર તંત્ર સતત કેન્દ્ર ગુપ્તચર સાથે સંકલન સાધી ઈનપૂટ મેળવી રહ્યું છે. કેવડીયામા પીએમ બંદોબસ્ત ધરતી, આકાશ અને જલમાર્ગ વિસ્તારો સહિતમાં રખાશે

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *