પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અજય ભાભોર,ઝાલોદ
પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અજય ભાભોર,ઝાલોદ
ઝાલોદના તાલુકા પ્રમુખ અનિલ ગરાસીયા દ્વારા થેરકા ગામના લોકોના રોડ અને આવાસ યોજનાની રજુઆત કરવામાં હતી.,જેમા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગેરભર્યા વર્તન સાથે હુ અહીં એક એક અરજીઓ લેવા બેઠો છુ તો વારંવાર આવી જાવ છો, જાવ બાજૂના ટેબલે આપો હુ નહિ લવ તેવું અભદ્ર વર્તન કરી અરજી સ્વીકારી ન હતી. ગામના લોકો તેમની સમક્ષ તેમની સમસ્યાઓની રજૂઆત લઈને ગયા હતા. પરંતુ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આવા વ્યવહારથી ગામનો કોઈ વિકાસ થાય તેવું લાગતું નથી. તેમજ ગામના લોકોની સમસ્યાઓની રજૂઆત પણ સ્વીકારી નથી. અને ઉપરથી અપશબ્દો પણ વાપર્યા હતા.