રિપોર્ટર : જીતુ પરમાર, માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સમાજના વરિષ્ઠ આગેવાનો તેમજ માંધાતા સંગઠનના હોદેદારો દ્વારા માંગરોળ તાલુકામાં માંધાતા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી.
કોળી સમાજ એક સાથે ચાલે તેમજ, સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે, અને સમાજ આગળ આવે તેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. સાથે સાથે સમાજના યુવાનો રાજકીય લેવલે હોશિયાર બને તે માટે પણ ચર્ચા કરવામાં આવી. આ મિટિંગ માંગરોળ તાલુકાના શાપુર ગામ મુકામે યોજવામાં આવી. આ મિટિંગમાં માંગરોળ તાલુકાના નવયુવાનોની ખાસ હાજરી જોવા મળી હતી.
આ તકે કોળી ઠાકોર વિકાસ નિગમના ડાયરેક્ટર તેમજ માંગરોળ તાલુકાના માજી ધારાસભ્ય સાથે માંધાતા ગ્રુપ માળીયા હાટીનાના પ્રમુખ તેમજ અખિલ ભારતીય ક્ષત્રિય કોળી /શાકય સેના ના જૂનાગઢ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો તેમજ ગ્રુપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.