કેશોદ તાલુકામાં ત્રીજા તબક્કામાં વાવણી કાર્ય પુર્ણતાના તરફ

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

કેશોદ તાલુકામાં મે મહીનાથી આગોતરી મગફળીનું વાવેતર શરૂ થયું હતું. જે જુન મહીના સુધી આગોતરી મગફળીનું વાવેતર થયું હતું જે આગોતરી મગફળી એકથી દોઢ મહીનાની થઈ ચુકી છે. જુન મહીનામાં ચોમાસાની શરૂઆતથી મેઘરાજાનું આગમન ન થતાં જુલાઇમાં એક સપ્તાહ બાદ અમુક વિસ્તારોમાં વરસાદ થતાં વાવણી થઈ હતી. બાદમાં દશ જુલાઈ બાદ સાર્વત્રિક વરસાદ થતાં કેશોદ તાલુકામાં ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા. જોકે હાલના વર્ષે ત્રણ તબક્કે વાવણી થતી જોવા મળી છે. ગત વર્ષે પાંચ જુનથી દશ જુન આજુબાજુ મોટા ભાગના ખેડુતોએ વાવણી કાર્ય પુર્ણ કર્યું હતું જેની સરખામણીમાં હાલમાં દશ તારીખથી વાવણી કાર્ય શરૂ થયું છે.
હાલમાં કેશોદ તાલુકામાં ત્રીજા તબક્કામાં વાવણી કાર્ય થતું જોવા મળી રહયુ છે. કોઈ ખેડુતો બળદ દ્વારા તો કોઈ ખેડુતો ટ્રેક્ટર દ્વારા વાવણી કાર્ય કરી રહયા છે. મોટા ભાગના ખેડુતોએ વાવણી કાર્ય પુર્ણ કર્યું અમુક ખેડુતોના ખેતરોમાં વાવણી હજુ પણ બાકીછે

કેશોદ તાલુકામાં સરેરાશ ૪૨૭૫૭ હેકટરમાં મગફળી શાકભાજી ઘાંસચારા સહીતનું વાવેતર થાય છે. દર વર્ષે સરેરાશ દશ હજાર હેકટરમાં મગફળીનું આગોતરૂ વાવેતર થાય છે. જેમા ગત વર્ષે ઉનાળુ વાવેતરમાં વધારો થતાં હાલના વર્ષે આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. હાલના વર્ષે ૪૬૮૦ હેકટરમાં મગફળીનું આગોતરૂ વાવેતર થયુ છે. ચોમાસાની શરૂઆતથી બે તબક્કે વાવણી થતાં ૧૪ હજાર હેકટરમાં વાવણી થઈ ચુકી છે. અત્યાર સુધીમાં કુલ,૧૮૬૮૦ હેકટરમાં વાવણી પુર્ણ થઈછે હજુ પણ વાવણી કાર્ય શરૂછે હાલના વર્ષે મગફળીના વાવેતર સિવાય 65 હેકટરમાં સોયાબીન 205 હેકટરમાં શાકભાજી 710 હેકટરમાં ઘાંસચારા સહીત 19660 હેકટરમાં વાવેતર થયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *