રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ
સામાન્ય રીતે ૧૦ થી ૨૦ રૂપિયે પ્રતિકિલો મળતી ડુંગળી નો હાલમાં વડોદરા જિલ્લામાં અને ડભોઇ નગર માં ૪૦ થી ૪૫ રૂપિયા પ્રતિકિલો ભાવ થવા પામ્યો છે .જ્યારે વડોદરા જિલ્લામાં ડભોઇ માં પણ કેટલાક મજૂરીયાત વર્ગોને રોજ લાવી રોજ પેટીયુ ભરનાર લોકો ને તેઓનું ઘર ચલાવવું મુશ્કેલ પડતું હોય એવામાં ડુંગળી,બટાકા તેમજ અન્ય શાકભાજીના ભાવ આસમાને જતાં રહેતા ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેઓ ને રોજગારી પૂરતા પ્રમાણમાં ન મળતા મજબૂર બની ને પોતાનું પેટિયું રડીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. હાલમાં તમામ શાકભાજીમાં ભાવ આસમાને પહોંચ્યો છે મજદુરી કરીને પોતાના પરિવાર નું ભરણપોષણ કરતી પ્રજાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ડુંગળી, બટાકા અન્ય શાકભાજી નું વેચાણ કરતા વેપારીઓ ખેડૂતો પાસેથી ખૂબ જ ઓછી કિંમતે ખરીદી કરતા હોય છે અને તે જ વેપારીઓ તગડો નફો લઈને ઉંચા ભાવે વેંચતા ગરીબોની સ્થિતિ કફોડી બનતા તેઓની થાળીમાંથી કસ્તુરી રૂપ ડુંગળી ગાયબ થઇ ગઈ છે. મધ્યમવર્ગના પરિવારોની પણ આવીજ સ્થિતિ છે.ડુંગળી, બટાકાના ભાવમાં અસહ્ય ભાવ વધારો થતા થાળીમાંથી તે અદ્રશ્ય થઇ રહ્યા છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આમ ડભોઇ નગરમાં ડુંગળી-બટાકા તેમજ અન્ય શાકભાજી ના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતા તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે હવે શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો થતા સંગ્રહખોરી કરતા સંગ્રહખોરો ને શોધી કાઢી તેમની સામે યોગ્ય પગલાં ભરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વ્યાજબી ભાવે ડુંગળી બટાકા અને શાકભાજી મળી રહે એવી નક્કર વ્યવસ્થા સરકારે અમલમાં મૂકવી જોઈએ.