રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા
૩૦૦ જેટલા કામદારોએ કંપનીના ગેટ પર બેસી વિરોઘ નોંધાવ્યો મંજુસરની એન.સી.બી એન્જિ.કંપનીમા 6 કામદારોને છુટા કરાતાં વિરોઘ..સાવલી પોલીસ અને લેબર કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યા
સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલા એન.સી.બી એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીમાં છ કામદારોને છુટા કરાતાં અને પરત કામ ન લેતા તેમજ આજરોજ સવારે પહેલી સીફટ માં આવેલ કામદારોને કામે ન ચઢવા દેતા આશરે ૩૦૦ જેટલા કામદારો કંપનીના ગેટ પર બેસી વિરોઘ નોંધાવતા ભારે સનસનાટી મચી જવા પામી છે બનાવના પગલે સાવલી પોલીસ અને લેબર કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સાવલી મંજુસર જી.આઈ.ડી.સીમાં આવેલી એન બી સી એન્જિનિયરિંગ લિમિટેડ નામની કંપની આવેલી છે.જેમા આશરે 500થી વઘુ કામદારો કામ કરે છે.તેવામા છેલ્લા એક માસથી છ કામદારોને છુટા કરવાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે જે પૈકી 3 કામદારોને અકસ્માત થયો હતો.જયારે બીજા બીમાર હતા.જેઓને કંપની સત્તાવાળા મનસ્વી વર્તન કરે છે તેવો આક્ષેપ લગાવ્યો છે એવામાં શુક્રવારે સવારની પહેલી પાળીમાં ૩૫૦ જેટલા કામદારો નિત્યક્રમ મુજબ કામે ચઢયા હતા.ત્યારે કંપનીના ગેટ પરથી તેઓને કામે ચડવા દેવા માટે ઈનકાર કરતાં વિવાદ થયો હતો અને ૩૫૦ જેટલા કામદારો કંપનીના બહાર બેસી જઈ પોતાની વિવિધ માંગણી મૂકી હતી. બનાવની જાણ સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવ્યો હતો અને કામદારોને સમજાવીને શાતિપૂવૅક પોતાની માગણી મુકવા સમજાવ્યા હતા કંપની મેનેજમેન્ટ સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી છેલ્લે જાણવા મળ્યા મુજબ કંપની સત્તાવાળાઓએ છુટા કરેલ કામદારોને કામે ન લેવા જણાવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી બાદ જે પણ નિર્ણય આવે તે માન્ય કરીશું.