રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામનો કરી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના આણંદપરા ગામમાં ઉકાળાનુ વિતરણ કરી ઘરે ઘરે જય આખા ગામમા ઉકાળો પાવામા આવી રહ્યો છે દેશીઆયુવઁદીક અવષધીનો સુઠ, મરી, હળદર, લવિંગ, તજ, અજમો,વઘાણી, સંશર ,ગળો ,તુલશી, ફુદીનો, અડૂસો અને કોફી વગેરેનું મીશ્રણ કરીને ઉકાળો બનાવવામાં આવેછે અને સમસ્ત ગામમાં દરેક વ્યકતિને ઉકાળો પાવામા આવે છે તેમજ તમામ ગ્રામજનો અને સર્વે નવ યુવાનોને સાથે રાખી આ ઉકાળાનું વિતરણ કરવામા આવે છે જ્યાર થી કૉરૉના મહામારી અને લોકડાઉન લાગુ પડ્યું ત્યાર થી દર અઠવાડીયામા ૨ બે વખત આયોજન કરવામા આવે છે આ ગામનુ ઉદાહરણ લયને દરેક ગામે આવા ઉકાળાનુ આયોજન કરે તો કોવિડ-૧૯ ની મહામારીમાથી ને જરૂર થી હરાવી સકિયે .આયુર્વેદ અવષધી નુ સેવન કરવાથી રોગ પ્રતીકારી શકતિમા વધારો થાયછે અને ગામના આગેવાનો સરપંચ મેણસીભાઇ સોલંકી,માજી સરપંચ માલદેભાઇ વાજા, સરમણભાઇ વાજા,દેવસીભાઇ ભાઇ છાત્રોડીયા, હસમુખભાઇ છાત્રોડીયા,ધાનાભાઇ બામણીયા કાનાભાઇ સોલંકી, લાખાભાઇ ચારીય, અરજણભાઇ કામળીયા, ડાયાભાઇ બામણીયા તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે.