હાલ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. લોકોના ધંધા રોજગારી હાલ ઠપ થઇ ગયા છે. આવા કોરોના ના કપરા કાળમાં જ્યાં ગરીબ પરિવારોને ખાવાના ફાંફા પડી રહ્યા છે ત્યાં ચોરી અને લૂંટના બનાવો છાસવારે પ્રકાશમાં આવી રહ્યા છે. હવે લૂંટારુઓમાં પોલીસનો કોઈ ભય રહ્યો જ ના હોઈ તેવું લાગી રહ્યું છે. લૂંટારુઓનો પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા હોઈ તેવો એક બનાવ પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના ચાઠા ગામે થી સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ચાઠા ગામે લૂંટારુઓએ આતંક મચાવ્યો છે.ચાઠા ગામના એક મકાનમાં આશરે ૧૨ જેટલા બુકાનીઘારીઓ ઘુસી ગયા હતા. તેઓએ પરિવારને તમંચો બતાવી ઘરમાં લૂંટ મચાવી હતી. મકાનનો લોખંડનો દરવાજો તોડી અંદર ઘુસી લૂંટારુઓએ પરિવારને બાનમાં લીધો હતો. ૧૨ જેટલા બુકાનીઘારીઓ પરિવારને બાનમાં લઈ મોબાઇલ,સોના ચાંદીના દાગીના મળી ૧.૭૫ લાખની સનસની ખેજ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી હતી.
Home > Madhya Gujarat > Panchmahal > પંચમહાલ: ઘોઘંબા ચાઠા ગામે પરિવારને બાનમાં લઇ તમંચાની અણીએ સનસનીખેજ લૂટ ચલાવી.