બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ખાતે રાષ્ટ્રધર્મ વિજયયાત્રા આવી પોહચી હતી. સંત ૧૦૦૮ શ્રી નર્મદા નંદજી બાપજીનો રાષ્ટ્રધર્મ સંસ્કૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવાનો તેમનો ઉદ્દેશ્ય છે. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ સાથી કાર્યકરો કીર્તનભાઈ પુરોહિત, કનુભાઈ પટેલ, સુજલ ભાઈ મિસ્ત્રી, પ્રગ્નેશ રામી, દિપાલ ભાઈ સોની, નિલેશ તડવી , ધવલ તડવી, હાજર રહ્યા હતા. સ્વ અને સ્વામીજીનું સ્વાગત કર્યું હતું. પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી નર્મદાનંદજી મહારાજ રાષ્ટ્રધર્મ વિજય યાત્રા ના અધ્યક્ષ સ્થાને રાજપીપળા મુકામે યાત્રાનું આગમન થયેલ હોવાથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આયોજન તથા યાત્રાને સફળ બનાવવા માટે નવદુર્ગા હાઇસ્કુલમાં સત્સંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે નર્મદાનંદજી બાપજીએ જણાવ્યું હતું કે, તા. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ ગંગોત્રી ધામ ઉત્તરાખંડથી પ્રારંભ થઈ હતી ત્યારથી બાર કળશ ગંગા માતાનું પવિત્ર જળ ભરીને કેદારનાથ, ઝારખંડ,યંબકેશ્વર,નાસિક,ધૃષમેશ્વર, વેરુલ, આ સમસ્ત જ્યોતિ લિંગમાં ગંગાજળથી અભિષેક કરવામાં આવ્યો હતો. યાત્રાનું સમાપન હાલ તે આશ્રમ ઓમકારેશ્વર ખાતે કરવામાં આવશે. રાષ્ટ્ર ધમૅ વિજય યાત્રાનું નવીન, અભિયાન દેશના અનેક રાજયોમાં ફરી બાર હજાર કિ.મી.નું અંતર કાપશે.