રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નાયબ કલેકટરની કચેરી ખાતે ચાર તાલુકાના કલાકારોએ આવેદનપત્ર આપ્યું. કોરોનાની મહામારી વચ્ચે આઠ માસ થી કલાકારોનો ધંધો રોજગાર બંધ છે. ત્યારે આવનારી નવરાત્રીમાં કલાકારોને પોતાની રોજી રોટી શરૂ કરવાની મંજુરી આપવા માટે માંગણી સાથે આજરોજ રાધનપુરના નાયબ કલેકટર ડી બી ટાંકને આવેદનપત્ર આપવામાં આવ્યું.