પાયલ બાંભણિયા, ઉના
ટીમ ગબ્બર ગુજરાત દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય કરવા માંગ.
ઉનાની ફડસામા ગયેલી સુગર ફેકટરીનાં કર્મચારીઓનાં બાકી પગાર ભથ્થા ચુકવવા માટે ગુજરાત હાઇકોર્ટના આદેશથીં રાજ્ય સરકાર દ્વારા કલેકટર તેમજ મામલતદારની ઉપસ્થિતિમાં મંડળી હસ્તક ની સ.નં.૬૩૨.નગર નિયોજન આધારે ૧ થી ૩૮ કુલ જમીનનાં પ્લોટની રહેણાંક હેતુ માટે જુની શરતમા ફાળવવા માટે હરાજી તા.૦૪/૦૧/૨૦૧૧ મુજબ કરેલ છે. જુનાગઢના હુકમ નં.લેન્ડ/૨/સી/૩૨૬/૨૦૧૨. તા. ૩૦/૦૩/૨૦૧૨ અન્વયે ઉના ગામના જમીન ખાતા સ.નં.૧૦૦૮ સંદર્ભે ૬૩૨/બ. ૧૬-૩૪-૯૪ જમીન ને જાહેર હરાજીથી રહેણાંક હેતુ માટે જમીન ફાળવણી થયેલી અને તે પ્લોટ પર રહેણાંક નાં મકાન આવેલા હોય જેથી આ રહેણાંક નાં લોકો પી.જી.વી.સી.એલ.ની કચેરી માં વિજ કનેક્શન મેળવવા માટે ની માગણી કરી હતી પરંતુ કચેરી દ્વારા સુગર ફેકટરી ઉપર પી.જી.વી.સી.એલ.નુ બાકી લહેણુ હોય એવુ જણાવી અને આ વિસ્તારના લોકોને દસ દસ વર્ષથી વિજ કનેક્શનથી વંચિત રાખવામાં આવ્યા છે તો આ બાબતે યોગ્ય કરવા ટીમ ગબ્બર નાં વિનોદભાઈ બાંભણિયા સહિતના યુવા જાગૃત નાગરિકો દ્વારા નાયબ કલેકટર મારફત ઉર્જા મંત્રી ને સંબોધી ને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી.