એન ડી પંડયા રીપોર્ટર બગસરા
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ બોડઁ ઓફ ડિરેક્ટર ને ખૂબ ખુબ અભિનંદન પાઠવતા, બગસરા મુસ્લિમ સમાજ અને જીલ્લા ભાજપ ના આગેવાન. ખાનભાઈ ખોખરે જણાવ્યુ હતુ કે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક બગસરા ખાતે આવેલ બેંક ના પ્રવેશ દ્વાર પર સ્વ.અરજણભાઈ વેલજીભાઈ પટેલ પ્રવેશદ્વાર રાખવા નિર્ણય કર્યો છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અરજણભાઈ પટેલ કોઈ એક સમાજ ના આગેવાન ન હતા. તેમના થકી નાગરિક સહકારી બેંક, બગસરા સહકારી મંડળી તેમજ માકઁટીંગ યાડઁ આજે ધમં ધમંતુ છે તેના પાયા ના પથ્થર વડીલ અરજણભાઈ પટેલ છે અને અટલે જ એક સહકારી આગેવાન ની સેવા ની નોંધ લઈ ને ઉમદા કાર્ય થવા જઈ રહેલ છે. બહુ જ ખુશી ની વાત છે કે બેંક ના પ્રવેશ દ્વાર પર નામ રાખવા થી સાચી શ્રધ્ધાજંલી આપી ને કાયમી યાદગાર રહે તે માટે જિલ્લા બેંક ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ના નિણઁય ને આવકારતા ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.