રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ જિલ્લાના ભથવાડા ટોલ પ્લાઝા પર પિપલોદના ગાડીના ચાલકો જોડે મહિના માટેનો લોકલ પાસ રીન્યુ કરવા માટે પૈસા લઈને પાવતી આપતા નથી ને પાસ રીન્યુ કરતા નથી.
દાહોદ જિલ્લાના ભથવાડા ગામમાં ટોલ પ્લાઝા આવેલું છે. જેમાં દરરોજ ની હજારોની સંખ્યામાં ગાડીઓ પસાર થાય છે. જેમાં ભથવાડા ટોલ પ્લાઝા થી થોડીક દુરી પર પિપલોદ ગામ આવેલું છે જે પીપલોદ ગામના ગાડીઓના માલિકો જે વેપાર અર્થે દરરોજ અપડાઉન કરતા હોય છે. જેના જોડે ગાડી પસાર કરવા માટે પૈસાની માંગણી કરે છે. પિપલોદ ગામના ગાડી માલિકો વધારે હેરાનગતિ ના થાય એ માટે મહિનાના રૂ.૨૭૫ ભરીને લોકલ પાસ કરાવે છે. છતાં ટોલ પ્લાઝા પરથી પસાર થતા પાસ રીન્યુ કરાવ્યો હોવા છતાં તમારો પાસ રીન્યુ થયો નથી. તેમ કહી કલાકો સુધી વાહનો થંભાવી દેવાય છે.
આ પાસ ૩૦ દિવસ સુધી ચાલે છે. ૩૦ દિવસ પછી ગાડીના માલિકો ગાડી પસાર પહેલા પાસને રીન્યુ કરાવવા માટે એમની ઓફિસમાં જઈને પૈસા ભરે છે. એને કોઈ પાવતી આપતા નથી ને પૈસા આપ્યા હોવા છતાં તેમનો પાસને રીન્યુ કરતા નથી. જ્યારે માલિક તેની ગાડી પસાર કરે છે તો એને કહેવામાં આવે છે કે તમારો પાસ પૂરો થઈ ગયો છે. પૈસા ભરો તો જ તમારી ગાડી પસાર થશે. આવો અભદ્ર વ્યવહાર કરીને ગાડીના માલિકોને હેરાન કરે છે. તથા જે પીપલોદ ગામની ગાડીઓના માલિકો મહિનામાં ૩ થી ૪ વખત ટોલ પ્લાઝા થી પસાર થાય છે એને મહિનાનો લોકલ પાસ લેવું જ પડશે એવું કહીને હેરાન ગતિ કરે છે. એને તંત્ર ધ્યાનમાં લઈને એની તપાસ કરે એવી પીપલોદ ગામના વેપારીઓની માંગ ઉઠી છે.