રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
પાણીગેટ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવચાવાડ કવોટસૅ માં હરીશ થાપા નામનો વ્યક્તિ કાચા મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમી મળતા પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકની રૂપિયા ૨૧,૬૦૦ ની કિંમત ઘરાવતી ૫૪ બોટલો તથા રૂપિયા ૧૧ હજારની કિંમતના ઈંગ્લીશ દારૂના ૧૧૦ નંગ પાઉચ મળી કુલ રૂપિયા ૩૨,૬૦૦ ની મત્તા સાથે હરીશ થાપાની અટકાયત કરી હતી. જયોરે પોલીસની પ્રાથમિક પૂછતાછ દરમિયાન તેણે આ દારૂનો જથ્થો મેમણ કોલોની ખાતે રહેતા મોસુન બંગલા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.