હાલ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ગેરકાયદેસર રીતે થતા દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે કાલોલ પોલીસ મથકના જવાનો પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમીદારોની રાહે બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના કાનોડ ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઇ રહી છે. તેને આધારે કોલોલ પોલીસે બાતમીવાળી જગ્યાએ તાપસ કરતા ત્યાં રહેલા શખ્સો પોલીસ ને જોઈ નાસવાનો પ્રયાસ કરતા અને તેમના એક વ્યક્તિએ તેના હાથમાં રહેલો વિમલનો થેલો કુવામાં નાખી ભાગવાનો પ્રયાસ કરતા ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. તેઓની પુછતાજ કરી અને કુવામાંથી વિમલનો થેલો કાઢતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં બીયરની ટીન ૧૦ નંગ, ક્વાટરીયા નંગ-૧૪ , ૩ આરોપીઓની અંગ ઝડતી માંથી મોબાઈલ નંગ-૧ સહીત ૩૯૦૦ રોકડ રૂપીયા તેમજ મોટર સાઇકલ ૧ કિંમત રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ.૨૬,૫૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિનોદભાઈ ઉર્ફે ભાદો રણછોડભાઈ ચૌહાણ રહે.કાનોડ ,વિશ્વકુમાર સામંતસિંહ સોલંકી રહે.જોડકાની મુવાડી, અને રમેશ બામણીયા રહે.ગલતી(મધ્યપ્રદેશ) ની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Home > Madhya Gujarat > Kalol > કાલોલ તાલુકાના કાનોડ ગામે થી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સહીત ૩ શખ્સોને ઝડપી પાડ્યા.