બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
યુપીના હાથરસમાં બનેલી બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. ઉપરાંત, તંત્ર દ્વારા આરોપીઓને બચાવવાની તેમ જ પીડિતાના પરિવારને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે લોકોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા ધરણા કરી પીડિતાના પરિવાને ન્યાય મળે તેવી માંગ કરી છે.
હાલ દેશમાં વિવિધ જગ્યાઓએ બની રહેલ દુષ્કર્મની ઘટના બાદ બહુજન સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે. આજે બહુજન સમાજ ના સ્વયં સૈનિક દળ દ્વારા રાજ્યવ્યાપી ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજપીપળા કલેકટર કચેરી ખાતે પણ બહુજન સમાજ ના અગેવાનો દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ બાબતે આગેવાન નરેશ બુજેઠાએ જણાવ્યું હતું કે, બહુજન સમાજ સામે વધી રહેલ અત્યાચારો બંધ થાય તેમજ હાથરસ માં બનેલી ઘટના માં પીડિતાના પરિવાર ને ન્યાય મળે અને આરોપીઓને સખત સજા થાય તેવી માંગ કરી હતી.