રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાના બગસરામાં કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે પાન બીડી ના હોલસેલની ટોબેકોની દુકાન ધરાવતા ઈશ્વરલાલ વિઠ્ઠલદાસ બોસમીયાની ટોબેકો દુકાનમાંથી યાજ્ઞિક જગદીશભાઈ બોસમીયા નામના બંને દુકાન માલિકો દ્વારા કાળા બજાર કરવાના ઇરાદાથી દુકાન ખોલી સોપારી થેલામાં ભરી દુકાનની બહાર ઉભેલ હતા ત્યારે બગસરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આ શખ્સને પૂછતાછ કરતા અને તલાશી લેતા થેલા ની અંદર સોપારી સાથે પકડવામાં આવ્યા હતા ત્યારે લોક મુખેથી પણ ચર્ચાઈ રહ્યું છે કે આવા લાલચૂ દુકાનદારો થી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડ કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ
ત્યારે ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાવાયરસની મહામારી થી બચવા ના ભાગરૂપે અમરેલી જિલ્લા કલેકટર દ્વારા પાન બીડી સિગરેટ તમાકુ ગુટકા જેવી તમામ ચીજ-વસ્તુઓ પ્રતિબંધિત કરવામાં આવી છે ત્યારે આવા વેપારીઓ દ્વારા વધારે ભાવની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે બગસરા પોલીસ દ્વારા આ વેપારીની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ દુકાનદાર સામે ફરિયાદ નોંધી કામગીરી હાથ ધરવામાં આવી હતી