રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ પાસે આવેલ યાત્રાધામ ચાંદોદમાં ધાર્મિક વિધિ કરાવવા અર્થે આવેલ વડોદરાનો યુવાન નર્મદા નદીમાં તણાતા લાપતા બન્યો હતો. જેથી પરિવારે સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. વડોદરાના વાસણા રોડ પર આવેલ પાર્થપાર્ક સોસાયટીમાં રહેતા અને ઇન્સ્ટા ફાર્મા કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે ફરજ બજાવતો ૩૨ વર્ષીય યુવાન શાહ પાર્થ અવિનાશભાઈ શુક્રવારે પોતાના માતા-પિતા સાથે યાત્રાધામ ચાંદોદ ખાતે ધાર્મિક વિધિ કરાવવા આવ્યો હતો. ચાંદોદના રામનાથ આશ્રમમાં વિધિ સંપન્ન થયા બાદ પાર્થ ચાંદોદના ચંડિકાધાટ ના કિનારે પિંડ વિસર્જન કરવા ગયો હતો તે દરમિયાન તેનો પગ લપસતા તે નદીના ઊંડા પ્રવાહમાં તણાવા લાગ્યો હતો અને જોતજોતામાં નદીમાં લાપત્તા બન્યો હતો .પોતાનો એકનો એક દીકરો નદીમાં એકાએક લાપતા થઈ જતા માતા-પિતા ના રુદણથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ ચાંદોદ પોલીસને થતા પોલીસે સ્થાનિક નાવડી ચાલકો ની મદદ લઇ લાપતા થયેલ પાર્થ શાહ ની શોધખોળ આદરી હતી. મોડી સાંજ સુધી તેના કોઈ સગડ પણ મળી આવ્યા નથી.પવિત્ર યાત્રાધામ ચાંદોદમાં દૂર દૂર થી લોકો અહીં આવતા હોઈ છે આ સ્થળનું ઐતિહાસીક અને ધાર્મિક ઘણુંજ છે પરંતુ ઘણી વાર સાવચેતી ના અભાવે અને નર્મદા નદીના રૌદ્ર સ્વરૂપના કારણે ઘણી વાર આવા અકસ્માતો અવાર નવાર સર્જાય છે ત્યારે લોકો ની સુરક્ષા માટે સ્થાનિક તંત્ર કોઈ નક્કર સલામતીના પગલાં લે તે ખુબ જરૂરી બન્યું છે.૨૨ કલાકની ભારે જેહમત ભરી શોધખોળ બાદ યુવાનની લાશ મળી આવી હતી.