રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
હાલ ચાલી રહેલા અધિક પુરષોત્તમ માસમાં ભાગવાનની ભક્તિનો અનેરો મહિમા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયની શણગાર આરતી ગવાયા પછી રણછોડ બાવની ગવાય છે. ભક્તો દ્વારા ભગવાનની શણગાર આરતી તથા રણછોડ બાવની સાંભળીને કામધેનુ પણ મંત્ર મુગ્ધ થઇ ગયી હતી. ભાવિક ભક્તો કામધેનુ ને જોઈ રહ્યા અને કામધેનુ ગાય માતા ના દર્શન કરીને આગળ વધતા હતા એવુ કહી શકાય કે ભાવિક ભક્તો ની વંદના કામધેનુગાય માતા દ્વારા શ્રી કૃષ્ણભગવાનના હૃદય સુધી પહોંચાડનાર માંધ્યમ બન્યું હતું. બીજી તરફ ડાકોરનો કાળિયો ઠાકોર લીલાધર ભગવાન રણછોડરાય કેવા કેવા સમય અને કેવા કેવા રૂપ ધરી આવી શકે છે એ શ્રદ્ધા નો પણ એક વિષય જોવા મળે છે. પરંતુ હાલ માં કોવિડ-19 ની સમસ્યા ને જોતા મંદિર ની અંદર આરતી ના સમય દરમ્યાન કોઈ ભક્તો ને અંદર જવા દેવા માં આવતા નથી એટલે ભક્તો મંદિર ના મુખ્ય દ્વાર ની સામે ઉભા રહી ને ભગવાન ની આરતી ગાય છે અને રણછોડ બાવની પણ ગાય છે. ભક્તોની શ્રદ્ધા અનેક ઘણી જોવા મળી આવી છે. લગભગ જ્યારથી આ કોવીડ ૧૯ ની મહામારી ચાલી રહી છે ત્યારે સંપૂર્ણ પણે મંદિર બંધ રહેતા હતા તયારે પણ ભક્તો આજ રીતે મંદિર ના મુખ્ય દ્વાર ની સામે ઉભા રહીને આરતી અને રણછોડબાવની ગાવાની પરંપરા નિભાવી હતી.