રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ માર્કેટ યાર્ડ માં ઓફિસની બાજુમાં ખેડૂતોને ભારે ભીડ જામી ભીડ વચ્ચે હળવદ તાલુકાના માથક ગામના લલીતભાઈ શાંતિલાલ ઠક્કરના પુત્રના ઠેલા માંથી પડેલ બીજા થેલાને ચેકો મારી અંદાજે ચારથી સાડા ચાર લાખ રૂપિયા લઈ નાસી છૂટયા હતા અને ઓફિસની બાજુમાં મગફળી ટેકાના ભાવે રજીસ્ટર કરવા માટે ભારે ભીડ હતી તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે વેપારીને થેલામાંથી ચોરી કરીને ત્રણ શખ્સો નાસી છૂટયા હતા ત્યારે બનાવની જાણ થતાં આજુબાજુના વેપારીઓને ખેડૂતોને માર્કેટ યાર્ડ ના કર્મચારીઓ તથા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ માર્કેટ યાર્ડ ચેરમેન મહેશભાઈ પટેલ સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરતા તેમાં ત્રણ શંકાસ્પદ રીતે કેમેરામાં કેદ થયા હતા ત્યારબાદ હળવદ પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ સ્ટેશન પોલીસ ઘટના સ્થળે દોડી સી.સી.ટી.વી ફૂટેજના ત્રણ શખ્સોએ કેદ થઈ ગયા હતા ચોરી કરી નાસી છૂટેલા શખ્સો ને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા વેપારી હળવદ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.