રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
જિલ્લા-તાલુકા પંચાયતોના ઉમેદવારની પસંદગી તેમજ લાઠી-બાબરા પંથકના વિકાસ માટે આગેવાનો સાથે ભાજપ નેતા ગોપાલભાઈએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ગંભીર ચર્ચાઓ કરી. લાઠી-બાબરા વિસ્તારના વિકાસ કાર્યો, આગામી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારની પસંદગીને લઇને ભાજપ અગ્રણી ગોપાલભાઇ વસ્તરપરાએ સ્થાનિક આગેવાનો સાથે ગંભીર ચર્ચાઓ કરી હતી અને તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કેવી રીતે પરાજિત કરી શકાય તે માટે ગંભીર ચર્ચાઓ કરી હોવાનું જાણવા મળેલ છે. આજ થી પાંચ વર્ષ પહેલા યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લાઠી-બાબરા વિધાનસભા વિસ્તારમાં આવતી તમામ 6 બેઠક પર ભાજપના ઉમેદવારોને પરાજય થયો હતો. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપનો પરાજય થયો. આગામી તમામ ચૂંટણીઓમાં લાઠી-બાબરા વિસ્તારમાં ભાજપનું કમળ પુનઃ સોળે કળાએ ખીલી ઉઠે તે માટે તેઓ સક્રીય બનયા છે અને અત્યારથી જ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા-વિચારણા શરૂ કરી હોય હરીફ પક્ષના આગેવાનો પણ ભાજપના આગેવાનની સક્રીયતાથી સાવચેત બની ગયા છે. આ તકે જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક વેકરીયા, જગદીશ નાકરાણી, ભુપેન્દ્રભાઇ બસિયા, રાજુભાઈ વિરોજા, ભરત સુતરીયા, ભરતભાઇ પાડા, ગોરધનભાઇ વેજીયા, બટુકભાઇ શિયાણી, સામતભાઇ રાદડીયા, દામજીભાઇ લીંબાસીયા, વિઠ્ઠલભાઇ ગ્રાભડીયા, હિંમતભાઇ દેત્રોજા, મગનભાઇ કોલડીયા, અશોક અસલાલીયા, ભુપતભાઇ બસિયા, કાળુભાઇ ધરાઇ, સંજયભાઇ ચાવડા અને અમરેલીથી ધાર્મિક રામાણી, રાજુભાઇ કાબરીયા અને દિલીપ સાવલીયા ઉપસ્થિત રહયા હતા.
