અમરેલી: બગસરામાં રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું.

Amreli
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા

બગસરામાં રાજુભાઈ ઠાકર અને તેમના પરિવાર દ્વારા કોરોનાવાયરસ દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસ જવાન તેમજ હોમગાર્ડનું સન્માનપત્ર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે રાજુભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આ જવાનો રાત દિવસ ખડે પગે સેવા બજાવી રહ્યા છે ત્યારે મારી સામાજિક ફરજ સમજી આ કોરોના વોરિયર્સ સન્માન કરી તેઓનું પ્રેરક બળ વધારવાના હેતુથી તેમજ સરાહનીય કામગીરી કરવા બદલ ખરેખર આ જવાનો સનમાનના હકદાર છે અને આવા ઉત્સાહપ્રેરક સન્માનથી જવાનોની ઉમદા કામગીરી બિરદાવવા લાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *