રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
સાવલી નગરમાં સાવલી સ્ટેશન વિસ્તારમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યા થાય છે
વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરતા કોર્પોરેટર આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે
આ પાણી ભરાવાની સમસ્યા થી સ્થાનિકો હેરાન પરેશાન થઇ ગયા છે વારંવાર રજૂઆત કરવા છતા પણ કોઈ નિકાલ નથી આવી રહયો.
આ પાણીનો કોઈ જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોને માંગ ઉઠી છે.
શું સાવલી નગરપાલિકા તંત્ર કોઈ મોટી મહામારીની રાહ જોઈને બેસી રહ્યું છે.