રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
જન્મથી જ બાળકોના દાંત ને દૂર કરી માતાની મુશ્કેલી દૂર કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં એક દંપતીના ઘરે બાળકીને જન્મથી જ દાંત હોવાના કારણે માતા તેમજ બાળકીને સ્તનપાન કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સમાનો કરવો પડતો હતો. ડો. રાજ શાહ દ્વારા આ મુશ્કિલ પરિસ્થિતિ માં પોતાની સૂઝબૂઝથી બાળકોના બંને દાંત ને ઓપરશન કરીને કાઢી લેવામાં આવ્યા હતા જેના કારણે માતા સરળતાથી સ્તનપાન કરવી શકે.
સામાન્ય રીતે જન્મથી બાળકને જ્યારે દાંત હોય છે તેના માટે અનેક લોકવાયકાઓ પ્રચલિત હોય છે પરંતુ મેડિકલ પ્રમાણે જ્યારે બાળક આ દાંત હોય છે તેને વહેલી તકે જો કઢાવી નાખવામાં આવે તો માતા તેમજ બાળક મોટાભાગની મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે બાળક સરળતાથી સ્તનપાન કરી શકે છે. મહીસાગર જિલ્લાના ડો. રાજ દ્વારા સંદેશો આપવામાં આવ્યો છે જો કોઇપણ બાળક આવિનરિતે જન્મથી જ દાંત લઈને જન્મે છે તેના માટે કોઈ પ્રણાલી હોતી નથી પરંતુ નવી ટેકનોલોજી દ્વારા આ રીતે દાંત દૂર કરી શકાય છે અને બાળક સરળતાથી સ્તનપાન કરી શકે છે.