રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર
ગળતેશ્વર તાલુકા નું વડુમથક સેવાલીયા માં અલગ અલગ સોસાયટીમાં પાણી ની સમસ્યા ના લીધે લગભગ છેલ્લા ૧૫ દિવસ થી સેવાલીયા બજારની અલગ અલગ સોસાયટીમા પાણી ની સમસ્યા ચાલી રહી છે અમુક વિસ્તાર માં કેટલાક મહીના થી પાણી ની સમસ્યા છે હાલ વધી રહેલી ગરમી ના કારણે પાણી ની તકલીફ થી કોઈ મોટી સમસ્યા ના સર્જાય તેના માટે સમન્વય ગ્રુપ ના તમામ સાથી મિત્રો સાથે ભેગા થઈને આ જનસેવા કરવાનો મોકો મળ્યો લગભગ ૨૦૦ કુટુંબ સુધી કોઈ પણ નાત જાત ના ભેદ ભાવ વગર સર્વ સમાજ કલ્યાણ નો સંકલ્પ લઈને સમસ્યા નો નિકાલ કરવા માટે ૬ ટેન્કર પાણી પોહચાડવા માં આવ્યું અને બાકી રહેલા વિસ્તાર માં આજે પણ પાણી ટેન્કરદ્વારા આપવાનું ચાલુ છે. જળસેવા એ જ જનસેવા ના સંકલ્પ સાથે આજે આ કામગીરી પૂર્ણ થશે અને દર ૨-૨ દિવસે આ જ રીતે જ્યાં સુધી પાણી પ્રશ્ન નો નિકાલ નહીં થાય ત્યાં સુધી સતત આ જનસેવાનું કાર્ય કરવામાં આવશે.