અમરેલી: રાજુલામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી પાણીની સ્થિતી મુખ્ય બજારો અને સોસાયટીમાં ભરાયા પાણી..

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા શહેરમાં ગતરોજ એકાએક વરસાદ તૂટી પડયો હતો અને ચાર કલાકમાં સાંબેલાધારે ૩ ઈંચ વરસાદ નોંધાતા ચારે તરફ પાણી જેવી સ્થિતિ નિર્માણ પામી હતી જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં આજે બપોરે ત્રણ વાગ્યા બાદ વરસાદ તુટી પડયો હતો જેમાં સાડા ત્રણ કલાક જેટલા સમય ગાળામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો જેના પરિણામે ચારે તરફ પાણી પાણીની સ્થિતી જોવા મળી હતી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી ત્યારે રાજુલામાં હાલમાં સિઝનનો 180 ટકા વરસાદ પૂર્ણ થઇ ચૂક્યો છે

જિલ્લામાં ભારે વરસાદના પગલે હવેલી ચોક મુખ્ય બજાર ભેરાઈ રોડ છતડીયા રોડ રેમ્બો સોસાયટી સવિતા નગર બાવળીયાવાળી ધારનાથ નગર સહિતની સોસાયટીઓમાં પાલિકા તંત્રના પાપે ચારે તરફ પાણી પાણીની સ્થિતી નિર્માણ થવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *