રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
અમરેલી જિલ્લાના નવા માલકનેશ ગામે બપોર પછી ના ભારે ઉકલાટ બાદ વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો .આમ પણ એકાદ મહિના થી પડી રહેલ વરસાદ ના કારણે ખેડૂતો ને મોટે પાયે નુકશાન થયું છે ઊભો પાક બળી ગયો છે તો આજે બીજી તરફ આજે નવા માલકનેશ ગામે રામકુભાઈ આપાભાઈ વેગડ ની વાડીએ બે બળદો બાંધેલ હોઈ તેની પર અચાનક વીજળી પડતા બંને બળદનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા એકતરફ વરસાદ થી નુકશાન તો બીજી ભગવાન પણ રૂઠ્યો હોઈ ત્યારે મોસમ માં જ બળદો ના મોત થતાં ખેડૂત પર આભ ફાટ્યું હતું આવા સમયે ખેડૂત ને સરકાર તરફથી કોઈ સહાય મળે તેવી સરકાર પાસે માંગણી છે.